2 કરિંથીઓને 6 : 1 (GUV)
અમે, [ઈશ્વરની] સાથે કામ કરનારા હોઈને, તમને એવી પણ વિનંતી કરીએ છીએ કે, તમે ઈશ્વરની કૃપાનો અવરથા અંગીકાર ન કરો,
2 કરિંથીઓને 6 : 2 (GUV)
કેમ કે તે કહે છે, “મેં માન્યકાળે તારું સાંભળ્યું, અને તારણને દિવસે મેં તને સહાય કરી: જુઓ, હમણાં જ માન્યકાળ છે. જુઓ, હમણાં જ તારણનો દિવસ છે.”
2 કરિંથીઓને 6 : 3 (GUV)
અમારી સેવાનો દોષ કાઢવામાં ન આવે, માટે અમે કોઈ પણ બાબતમાં [કોઈને] ઠોકર ખાવાનું કારણ આપતા નથી.
2 કરિંથીઓને 6 : 4 (GUV)
પણ સર્વ વાતે અમે ઈશ્વરના સેવકોને શોભે એવી રીતે વર્તીએ છીએ, બહુ જ ધીરજ [રાખીને], વિપત્તિઓ [વેઠીને], તંગીઓ [સહીને], સંકટો [ઉઠાવીને], ઉજગરા [કરીને], લાંઘણ [વઠીને];
2 કરિંથીઓને 6 : 5 (GUV)
ફટકા [ખાઈને], કેદ [ભોગવીને], હંગામા [સહીને], કષ્ટ [વેઠીને];
2 કરિંથીઓને 6 : 6 (GUV)
શુદ્ધતા વડે, જ્ઞાન વડે, સહનશીલતા વડે, પરોપકાર વડે, પવિત્ર આત્માથી, નિષ્કપટ પ્રેમથી,
2 કરિંથીઓને 6 : 7 (GUV)
સત્યના વચનથી, ઈશ્વરના પરાક્રમથી; જમણે હાથે તથા ડાબે હાથે ન્યાયનાં હથિયારો વડે,
2 કરિંથીઓને 6 : 8 (GUV)
માન તથા અપમાન વડે, અપકીર્તિ તથા સુકીર્તિ વડે; ઠગ [ગણાતા] છતાં ખરા [રહીને];
2 કરિંથીઓને 6 : 9 (GUV)
અજાણ્યા જેવા છતાં બહુ જાણીતા હોઈને; જાણે મરતા હોઈએ એવા છતાં. જુઓ, અમે તો જીવતા છીએ. શિક્ષા પામેલાંઓના જેવા છતાં મારી નંખાયેલા નથી.
2 કરિંથીઓને 6 : 10 (GUV)
શોકાતુર જેવા છતાં સદા આનંદ કરનારા [છીએ]. દરિદ્રી જેવા છતાં ઘણાને ધનવાન કરનારા [છીએ]. નાદાર જેવા છતાં સર્વસંપન્‍ન છીએ.
2 કરિંથીઓને 6 : 11 (GUV)
ઓ કરિંથીઓ, તમારા પ્રત્યે અમારું મોં છૂટું થયું છે, અમારું હ્રદય [તમારે માટે] પ્રફુલ્લિત થયેલું છે.
2 કરિંથીઓને 6 : 12 (GUV)
તમે અમારા [હ્રદય] માં સંકુચિત થયા નથી, પણ તમારા પોતાના અંત:કરણમાં સંકુચિત થયા છો.
2 કરિંથીઓને 6 : 13 (GUV)
તો એને બદલે ( [મારાં] બાળકો સમજીને હું તમને કહું છું કે) તમે પણ પ્રફુલ્લિત [હ્રદયવાળા] થાઓ.
2 કરિંથીઓને 6 : 14 (GUV)
અવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ ન રાખો:કેમ કે ન્યાયીપણાને અન્યાયીપણાની સાથે સોબત કેમ હોય? અજવાળાને અંધકારની સાથે શી સંગત હોય?
2 કરિંથીઓને 6 : 15 (GUV)
ખ્રિસ્તને બલિયાલની સાથે શો મિલાપ હોય? કે વિશ્વાસીને અવિશ્વાસીની સાથે શો ભાગ હોય?
2 કરિંથીઓને 6 : 16 (GUV)
ઈશ્વરના મંદિરને મૂર્તિઓની સાથે શો મેળ હોય? કેમ કે જેમ ઈશ્વરે ક્હ્યું છે, “હું તેઓમાં રહીશ તથા તેઓની સાથે ચાલીશ; હું તેઓનો ઈશ્વર થઈશ, અને તેઓ મારા લોકો થશે.” તેમ આપણે જીવતા ઈશ્વરનું મંદિર છીએ.
2 કરિંથીઓને 6 : 17 (GUV)
માટે “તમે તેઓમાંથી નીકળી આવો, અને અલગ થાઓ.” એમ પ્રભુ કહે છે, “મલિન વસ્તુને અડકો નહિ; એટલે હું તમારો અંગીકાર કરીશ,
2 કરિંથીઓને 6 : 18 (GUV)
અને તમારો પિતા થઈશ, અને તમો મારાં દીકરાદીકરીઓ થશો, એમ સર્વશક્તિમાન પ્રભુ કહે છે.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18

BG:

Opacity:

Color:


Size:


Font: